વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 81 લાખ 13 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4 લાખ 39 હજારથી વધારે લોકોના મોત થયા છે. 42 લાખ 13 હજાર 284 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગમાં સંક્રમણ બીજો તબક્કો સામે આવી રહ્યો છે. અહીં ત્રણ દિવસમાં 106 કેસ નોંધાયા છે. સરકારે તમામ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને થિયેટર બંધ કરી દીધા છે.
બેઈજિંગના તંત્રએ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના અમુક ભાગમાં લોકડાઉન લગાવાયું છે. અહીં કુલ 46 હજાર લોકોના ટેસ્ટ કરાયા છે. રવિવાર અને સોમવારે અહીં 20 હજાર લોકોના ટેસ્ટ કરાયા છે.ઈજિપ્તમાં એક દિવસમાં 97 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1672 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 14 કલાકમાં 1691 નવા કેસ નોંધાયા છે.
આ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 46 હજાર 286 થઈ ગઈ છે. અહીં પ્રથમ કેસ14 ફેબ્રુઆરીના રોજ નોંધાયો છે. પ્રથમ મોત 8 માર્ચના રોજ થયું હતું.અમેરિકામાં 21 લાખ 82 હજાર 950 કેસ નોંધાયા છે. 1.18 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.90 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
ન્યૂયોર્ક રાજ્યમાં સૌથી વધારે કેસ 3 લાખ 83 હજાર 944 નોંધાયા છે. અહીં 30 હજાર 825 લોકોના મોત થયા છે.ઈઝરાયેલ હેલ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ 24 કલાકમાં 182 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ સંક્રમિતોની સંખ્યા 19 હજાર 237 થઈ ગઈ છે. મૃત્યુઆંક 302 થયો છે. 15 હજાર 415 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સરકારે કહ્યું છે કે સ્કૂલ 20 જૂનને બદલે 1 જૂલાઈએ ખુલશે.