આખી દુનિયામાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં પણ કોરોનાનો ફેલાવો થઈ તો રહ્યો છે પણ સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનનુ કહેવુ છે કે, ભારતમાં અમેરિકા અને ઈટાલી જેવી સ્થિતિ સર્જાઈ નથી.
તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના કેસ ડબલ થવાનો રેટ 11 દિવસનો રહ્યો છે.દેશમાં કોરોનાના કારણે મરનારાની સંખ્યા 3.3 ટકા છે.જે દુનિયામાં સૌથી ઓછી કહી શકાય.
બીજી તરફ ભારતમાં દર્દીઓના સાજા થવાનો રેટ 29.9 ટકા છે.મતબલ કે દર 100માંથી લગભગ 30 જેટલા દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઈ ચુક્યા છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 59000નો આંકડો ક્રોસ કરી ચુકી છે.જ્યારે 1981 લોકોના મોત થયા છે.
દેશમાં સૌથી વધારે કોરોનાના 19000 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. દુનિયાની વાત કરવામાં આવે તો કોરોનાના કારણે 2.70 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.કોરોનાના દર્દીઓની સંખ્યા 40 લાખ પર પહોંચી ચુકી છે.કોરોના વાયરસથી સૌથી વધારે મોત વિકસીત દેશોમાં થયા છે.