કોરોના વાયરસની અસર પુરૂષોના સેક્સ હોર્મોન પર પણ થાય છે. એક નવા સંશોધન મુજબ કોરોના વાયરસ પુરુષોમાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પર હુમલો કરી રહ્યુ છે. આને કારણે તેની તબિયત લથડી જાય છે અને ચેપ લાગ્યાં બાદ શરીર નબળું પડી જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે.
મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ અને તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલના સંશોધનકારોએ ‘ધ એજિંગ’ નામના પુરુષ મેગેઝિનમાં આ માહિતી આપી છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ‘પહેલીવાર, અમારું ડેટા સૂચવે છે કે COVID-19 SARS-CoV-2 થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પાડી શકે છે. લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડે છે જેથી દર્દીનું શરીર વાયરસ સામે લડવામાં અસમર્થ હોય. તેને સીધા આઈસીયુની જરૂર પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે છે.