વિશ્વમાં કોરોના પોઝીટીવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એકલા અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 37.27 લાખ કેસો નોંધાઈ ચૂક્યા છે.અને ગઇકાલે વધુ 2073 લોકોના મૃત્યુ થતા આ દેશમાં મૃત્યુની સંખ્યા 72 હજારને પાર કરી ગઇ છે. જો કે બીજી તરફ હવે યુરોપ અને અમેરિકા બાદ બ્રિટનમાં કોરોના પોઝીટીવની સંખ્યા વધવા લાગી છે.
છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં 693 લોકોના મોત થયા છે અને આ દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 27427 થઇ છે. જે પૂરા યુરોપથી સૌથી વધુ છે. છેલ્લા આંકડા મુજબ ઇંગ્લેન્ડ અને તેના પાડોશી વેલ્સમાં કુલ 29710 લોકો માર્યા ગયા છે. સ્કોટલેન્ડ અને નોર્ધન આઈલેન્ડના આંકડાને જોડવામાં આવે તો બ્રિટનમાં મૃતકોની સંખ્યા 30 હજારથી વધુ થઇ જશે જ્યારે યુરોપમાં સૌથી વધુ અસરગ્રસ્ત ગણાતા ઇટલીમાં 29315 લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 38.20 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે અને મૃત્યુઆંક 2,65,094એ પહોંચ્યો છે. જ્યારે 13.3 લાખ લોકો કોરોનામાં રિકવર થઇને પરત પણ ગયા છે.