(Photo by TAUSEEF MUSTAFA/AFP via Getty Images)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી આપી છે કે વિશ્વમાં પ્રત્યેક 10 માંથી 1 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ શકે છે. કોરોના વાયરસને લઇને સોમવારે યોજાયેલી WHOનાં 34 સભ્યોનાં કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો. માઇકલ રેયાને કહ્યું કે શહેર અને ગ્રામીણ વિસ્તારોની સંખ્યામાં ફેરફાર થઇ શકે છે. જોકે આનો અર્થ એવો નથી કે દુનિયાની મોટાંભાગની વસ્તી ખતરામાં છે.

નિષ્ણાતોએ પહેલા પણ કહ્યું છે કે કોરોના વાયરસનાં જેટલા પણ કેસ ગણાવવામાં આવી રહ્યા છે તેના કરતાં વાસ્તવમાં વધું લોકો સંક્રમણનો શિકાર છે, તેનું કારણ તે બતાવવામાં આવે છે કે કોરોના અસરગ્રસ્ત દેશોમાં પાયાની આરોગ્ય સેવાઓનો અભાવ છે. તેનાથી સમયસર કોરોનાનો ટેસ્ટ થતા નથી.