વિશ્વ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરી રહ્યો છે ત્યારે હવે ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાતા એક નવા વેરિયન્ટને શોધી પાડ્યો છે. ‘IHU’નામના આ નવા વેરિયન્ટની શોધ ઇન્સ્ટીટ્યૂટ આઇએચયુ મેડિટેરેની ઇન્ફેક્શનના વૈજ્ઞાનિકોએ કરી છે.
સંશોધકો જણાવે છે કે તેમાં 46 મ્યુટેશન્સ છે, જે ઓમિક્રોન કરતાં વધુ છે. તેનાથી તે વેક્સિન સામે વધુ પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. ફ્રાન્સના માર્સેઇલીઝ શહેર નજીક નવા વેરિટન્ટ ઓછામાં 12 કેસ નોંધાયા છે અને તમામ કેસો આફ્રિકન દેશ કેમરૂનમાં ટ્રાવેલ સાથે જોડાયેલા છે. વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ ઓમિક્રોન વેરિયન્ટને કેર છે, પરંતુ આઇએચયુ વેરિયન્ટનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ B.1.640.2ને એક વેરિયન્ટ તરીકે હજુ માન્યતા આપી નથી અને બીજા કોઇ દેશોમાં આ વેરિયન્ટ હજુ દેખાયો નથી. એપિડેમિલોજિસ્ટ એરિક ફેઇગલ ડિંગે લાંબી ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે નવા વેરિયન્ટ ઊભરતા રહેશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે વધુ જોખમી હશે.