ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 53,480 નવા કેસ નોંધાયા હતા અને 354 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,21,49,335 થયા હતા. કુલ મૃત્યુઆંક 1,62,468 થઈ ગયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.
ભારતમાં વધતા કોરોના કેસને કાબુમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને પણ જરુરી પગલા ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાને ડામવા માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા છે.
આ પહેલા ભારતમાં 17 ડિસેમ્બરના રોજ 355 લોકોએ એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો હતો.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5,52,566 થઈ ગયો છે, જેની કુલ કેસના 4.55% થાય છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થનારા દર્દીઓની ટકાવારી 94.11 ટકા થાય છે. ભારતમાં કોરોનાને હરાવીને 1,14,34,301 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાનો મૃત્યુદર 1.34% થયો હતો.