ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રવિવારે જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,455 નવા કેસ નોંધાયા હતા. આની સામે 1,485 દર્દીઓ સાજા થયા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 17 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,081 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,00,012 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
છેલ્લાં 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં કુલ 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેનાથી સમગ્ર ગુજરાતમાં કુલ 82,41,960 લોકોના કોરોના ટેસ્ટ થયા છે. રવિવારના ડેટા મુજબ રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,42,138 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, જેમાંથી 5,41,880 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. 258 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા.
રવિવારે નોંધાયેલા 1455 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 15, સુરત શહેરમાં 199, સુરત જિલ્લામાં 36, વડોદરા શહેરમાં 133, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 111, રાજકોટ જિલ્લામાં 53 કોરોનાના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં રવિવારે નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 87 લોકો વેન્ટિલેટર પર હત, જ્યારે 14,608 દર્દીઓ હાલત સ્થિર હતી. કુલ 1455 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 291, અમદાવાદ જિલ્લામાં 15, સુરત શહેરમાં 199, સુરત જિલ્લામાં 36, વડોદરા શહેરમાં 133, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 111, રાજકોટ જિલ્લામાં 53 કોરોનાના કેસ નોંધાયા હતા.