ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પણ કાતિલ કોરોનાને કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાનાં 14,327 કેસ નોંધાયા છે અને 180 લોકોનાં મોત નિપજ્યા હતા. આની સાથે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 7,010 દર્દીઓને મોત થયા છે.
સરકારે ગુરુવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 9,544 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,53,172 પર પહોંચ્યો હતા. અત્યાર સુધી 4,08,368 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો હતો. જ્યારે એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો હતો. જેમાંથી 572 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.
રાજ્યમાં જિલ્લાવાર ધોરણે જોઇએ તો ગુરુવારે અમદાવાદમાં કોરોનાના 5,319 કેસ અને 25નાં મોતના મોત થયા હતા, જ્યારે સુરતમાં કોરોનાના 2,192 કેસ નોંધાયા હતા અને 22 મોતના મોત થયા હતા વડોદરામાં 860 કેસ નોંધાયા હતા અને 18 મોતના મોત થયા હતા, જ્યારે રાજકોટમાં કોરોનાના 636 કેસ નોંધાયા હતા અને 21નાં મોતના મોત થયા હતા. મહેસાણા 511 કોરોના કેસ, 5 મોત, જામનગરમાં 701 કેસ, 18નાં મોત, ભાવનગરમાં 444 કોરોના કેસ, 6 મોત થયા હતા.