કેન્દ્ર સરકારને આગામી વર્ષના જુલાઈ સુધીમાં કોરોના વાઇરસના વેક્સિનના 40થી 50 કરોડ ડોઝ મળવાનો અંદાજ છે અને તેનાથી દેશની 20થી 5 કરોડ લોકોને વેક્સિનથી આવરી લઈ શકાશે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને રવિવારે જણાવ્યું હતું.
સોસિયલ મીડિયામાં સન્ડે સંવાદ પ્લેટફોર્મ પર વાતચીત કરતા આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારત સરકારનુ લક્ષ્ય છે કે, જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ જેટલા ભારતીયોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવી શકાશે. સરકારની યોજના આ વેકિસનના 50 કરોડ જેટલા ડોઝ મેળવવાની અને તેના ઉપયોગની છે.
રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં તેમની વસતીના કયા ગ્રૂપને વેક્સિનની વધારે જરુર છે તેની જાણકારી આપવા માટે સૂચના આપી છે. સરકારની પ્રાથમિકતા સ્વાસ્થ્ય કર્મચારીઓમાં સૌથી પહેલા રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરવાની છે.
તેમણે કહ્યુ હતુ કે, વેક્સિનની ખરીદી કેન્દ્રિય સ્તરે કરાશે.વેક્સિનની જેટલો સપ્લાય પહોંચાડાશે તેનુ ટ્રેકિંગ થશે. વેક્સિનના ઉત્પાદન માટે કંપનીઓને સરકાર તમામ પ્રકારનુ સમર્થન આપી રહી છે. ભારત સરકાર વેકિસન બનાવવા માટેનુ મટિરિયલ ઉપલબ્ધ કરવા માટે પણ પ્રતિબધ્ધ છે.