ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં બે દિવસના વધારા બાદ તેમાં શુક્રવારે નજીવો ઘટાડો થયો હતો, જોકે કુલ મૃત્યુઆંક 4 લાખને વટાવી ગયો હતો. શુક્રવારે દેશમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા હતા અને 853 લોકોના મોત થયા હતા. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 3,04,58,251 થઈ હતી અને કુલ મૃત્યુઆંક 4,00,312 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા હતા અને 853 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. કોરોનાના નવા કેસમાં જે ગતિથી ઘટાડો નોંધાઈ રહ્યો છે તે જોતા આગામી અઠવાડિયાના અંત સુધીમાં નવા કેસની સંખ્યા 25 હજારની નજીક પહોંચશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભારતમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 29,384 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,95,48,302 થઈ ગઈ હતી, જ્યારે કુલ સંક્રમણનો આંકડો 3,04,58,251 પર પહોંચ્યો હતો. ભારતમાં વધુ 853 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 4 લાખને પાર કરીને 4,00,312 પર પહોંચી ગયો હતો.
કોરોનાના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પાછલા લાંબા સમયથી ઊંચી નોંધાઈ રહી છે જેના લીધે દરરોજ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,09,637 પર પહોંચી છે. દેશમાં 16 જાન્યુઆરીએ વેક્સીનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાની રસીના 34,00,76,232 ડોઝ આપવામાં આવ્યા છે.