(istockphoto.com)

વિશ્વમાં કોરોના વાઇરસથી 1.2 મિલિયનથી વધુ લોકોના મોત થયા છે, એમ સત્તાવાર સ્રોતને ટાંકીને એએફીના ડેટામાં જણાવાયું હતું. કોરોના વાઇરસના 46,452,818 કેસમાંથી આશરે 1,200,042 લોકોના મોત થયા છે. અમેરિકામાં દર પાંચમાંથી એક દર્દીનું મોત થયું છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસર અમેરિકાને થઈ છે. અમેરિકામાં 9,207,364 કેસ નોંધાયા છે અને 230,996 લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 5,545,705 કેસ નોંધાયા છે અને 160,074 લોકોના મોત થયા છે. ભારતમાં કુલ કેસની સંખ્યા 8,229,313 છે અને કુલ 122,607 લોકોના મોત થયા છે. મેક્સિકોમાં 929,392 કેસ નોંધાયા છે અને 91,895 લોકોના મોત થયા છે. બ્રિટનમાંથી કોરોના કેસની સંખ્યા 1,034,914 છે અને 46,717 લોકોના મોત થયા છે.