દિલ્હીનાં નિઝામુદ્દીનમાં તબલિગી જમાતનાં જે લોકોએ ભાગ લીધો હતો, તેમની શોધ સરકાર સતત કરી રહી છે. આ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ક્વોરેંન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં, આજે દિલ્હી એરપોર્ટ પર તબલીગી જમાતનાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ 8 લોકો મલેશિયાનાં છે અને માલિંદો એરલાઇન્સનું વિમાન જે એર રિલિફ લઇને મલેશિયા જઇ રહ્યુ હતુ, જેમા બોર્ડ કરવાની ફિરાકમાં હતા, ત્યારે તેમને એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગનાં અધિકારીઓએ પકડી લીધા. સુત્રોનાં જણાવ્યા અનુસાર આ લોકોને હવે પોલીસને હવાલે કરવામાં આવશે.
ઇમિગ્રેશન અધિકારીઓએ આઈજીઆઈ એરપોર્ટ પર 8 તબલીગી જમાત સભ્યોની ધરપકડ કરી છે. તે બધા મલેશિયાના છે અને માલિંદો એર રિલીફ ફ્લાઇટમાં સવાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને ટ્રેસ કર્યા હતા. હવે તેમને પોલીસને હવાલે કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નિયમ મુજબ બધાને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે.
ગયા મહિને નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. ભારત ઉપરાંત અન્ય 16 દેશોનાં નાગરિકોએ પણ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં લોકોને કોરોના ચેપ લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ સામે આવી ગયા છે. દેશનાં કુલ કેસોનાં 30% તેમની હિસ્સેદારી છે.