કેન્દ્ર સરકાર કોરોનાથી અનાથ બનેલા બાળકો માટેની માસિક નાણાકીય સહાયને રૂા.2,000થી વધારીને રૂા.4,000 કરવાની વિચારણા કરી રહી છે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
આ અંગેની દરખાસ્ત અંગે આગામી થોડા સપ્તાહોમાં કેબિનેટની મંજૂરી લેવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કોરોના મહામારીમાં માતાપિતા ગુમાવનારા બાળકોને માસિક સ્ટાઇપન્ડની રકમ રૂા.2,000થી વધારીને રૂા.4,000 કરોડની દરખાસ્ત કરી છે.
સરકારે મે મહિનામાં જાહેરાત કરી હતી કે કોરોના મહામારીને કારણે માતાપિતા બંને અથવા એક પેરેન્ટ અથવા કાનૂની વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને બાળકો માટેની પીએમ કેર્સ યોજના હેઠળ સહાય કરવામાં આવશે. મંત્રાલયના ડેટા અનુસાર અત્યાર સુધી આ સ્કીમ હેઠળ 3,250 અરજી આવી છે. તેમાંથી કુલ 667 અરજીને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી છે. આ ડેટા મુજબ દેશના 467 જિલ્લામાંથી અત્યાર સુધી અરજીઓ મળી છે.