અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો શુક્રવારે નિર્ણય કર્યો હતો, જેનો અમલ આવતી 12 ડિસેમ્બરથી શરૂ થશે. કોરોના મહામારી ખાનગી હોસ્પિટલો દર્દીઓની ઉઘાડી લૂંટ કરી રહી હોવાની ફરિયાદોમાં વધારાને પગલે રાજ્યના મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ રૂ.9000 હતો જેને ઘટાડીને હવે રૂ. 7,200 કરવામાં આવ્યો છે, જ્યારે એચ.ડી.યુનો ખર્ચ રૂ.12600 હતો, જેને ઘટાડી હવે રૂ.10000 કરવામાં આવ્યો છે. વેન્ટીલેન્ટર વગરના આઈ.સી.યુનો ચાર્જ પણ હવે 18,050ની જગ્યાએ રૂ.14,400 જ આપવાનો રહેશે. વેન્ટીલેટર સાથેના આઈ.સી.યુ.નો ચાર્જ રૂ. 21,850ની જગ્યાએ રૂ.17500 ચુકવવાનો રહેશે.