Corona outbreak in China after cancellation of zero covid policy
બેઇજિંગમાં 19 ડિસેમ્બર 2022એ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલા કામચલાઉ ફિવર ક્લિનિકમાં જવા માટે લોકોની લાઈન લાગી હતી.REUTERS/Alessandro Diviggiano

ચીને ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી લીધા બાદ દેશમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે. હોસ્પિટલોની હાલત એવી દેખાઈ રહી છે, જેવી ભારતમાં કોરોનાના સમયે જોવા મળી હતી.

ચીને મંગળવારે જણાવ્યું હતું કે “શ્વસન નિષ્ફળતા”થી થયેલા મોતને જ કોરોના મોત ગણવામાં આવશે. દેશમાં ઓમિક્રોન સ્ટ્રેઇનના નવા પ્રકારોને કારણે થતા ચેપમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે તેમને જમીન પર સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ ચીનની લગભગ 60 ટકા વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી આગામી 90 દિવસોમાં ચેપગ્રસ્ત થઈ શકે છે. આ અનુમાન અનુસાર કોરોના વાયરસના ચેપથી 20 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત 80 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે.

પૂર્વોત્તર ચીનની હોસ્પિટલોમાં લાશો ઢગલા ખડકાઈ ગયા હોવાના રીપોર્ટ છે. પરંતુ સરકાર તે છુપાવી રહી છે. ચીને સોમવારે કોવિડ-19થી વધુ બે લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ દ્વારા 3 ડિસેમ્બરથી શ્વાસની બીમારીથી કોઈ મોત નહીં થયાના રિપોર્ટ બાદ સત્તાવાર રીતે બે લોકોના મોત થયાનો સ્વીકાર કર્યો હતો. આ સાથે રિપોર્ટ સામે આવી છે કે સ્મશાનમાં આવતા કોવિડ સંબંધિત મૃતદેહોની સંખ્યામાં અચાનક વધારો થયો છે.
ચીનના હુબેઇ પ્રાંતમાં એક કાઉન્ટી સ્તરના શહેરના એક ડોક્ટરે કહ્યું કે તેમની હોસ્પિટલમાં 20 ટકા મેડિકલ કર્મીઓ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે. આ દરમિયાન ચીનના એક ઉચ્ચ હેલ્થ ઓફિસરનું માનવું હતું કે ચીન આ શિયાળામાં કોવિડ ચેપની ત્રણ ગણી સંભવિત લહેરોમાંથી પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે. જોકે, ચિંતા એ વાતની છે કે કોવિડ પરીક્ષણમાં તાજેતરમાં આવેલા ઘટાડાના કારણે સંખ્યા ઓછી આંકવામાં આવી છે. ટૂંકમાં, ચીન ફરી કોરોના વાયરસની લહેરનો સામનો કરી રહ્યું છે, જે વિશ્વ માટે પણ ચિંતાનો વિષય છે.

LEAVE A REPLY