ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 14,199 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1.10 કરોડને વટાવી ગઈ હતી. દેશમાં એક્ટિવ કેસમાં પણ સતત પાંચમાં દિવસે વધારો થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે એપડેટ કરેલી માહિતી મુજબ કોરોનાના કુલ કેસ વધીને 1,10,05,850 થયા હતા, જ્યારે મૃત્યુઆંક વધીને 1,56,385 થયો હતો. છેલ્લાં 24 કલાકમાં કુલ 83 લોકોના મોત થયા હતા. કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા વધીને 1,06,99,410 થઈ હતી. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 97.22 ટકા રહ્યો હતો અને મૃત્યુદર 1.42 ટકા થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,50,055 થઈ હતી, જે કુલ કેસના આશરે 1.36 ટકા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35, કેરળમાં 15, પંજાબમાં છ, છત્તીસગઢમાં પાંચ અને મધ્યપ્રદેશમાં ચાર વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા.