ભારતમાં કોરોના કેસની સંખ્યા ગુરુવારે 95 લાખને વટાવી ગઈ હતી. આની સામે અત્યાર સુધી આશરે 89.73 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે. તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 94.11 ટકા રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે અપડેટ કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 35,551 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા આશરે 95.34 લાખ થઈ છે. આ સમયગાળામાં નવા 526 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,38,648 થયો છે. હાલમાં દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.45 ટકા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખથી નીચી રહી છે. હાલમાં દેશમાં 4,22,943 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 4.44 ટકા છે.