ભારતમાં એક દિવસમાં નવા 44,276 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા બુધવારે 92 લાખને પાર કરી ગઈ હતી. દેશમાં કોરોના કુલ કેસ વધીને 92,22,216 થયા હતા, જ્યારે એક દિવસમાં 418 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,34,699 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બુધવાર સવારના આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 6,079 વધીને 4,44,746 થયા હતા. જોકે એક્ટિવ કેસ સતત 15માં દિવસે પાંચ લાખથી નીચે રહ્યા હતા. હાલમાં એક્ટિવ કેસ કુલ કેસના 4.82 ટકા છે. કોરોનાથી રિકવર થયા લોકોની સંખ્યા વધીને 86,42,771 થઈ હતી તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 93.72 ટકા રહ્યો હતો. મૃત્યુદર 1.46 ટકા રહ્યો હતો. આઇસીએમઆરના ડેટા અનુસાર દેશમાં 24 નવેમ્બર સુધીમાં કોરોના આશરે 13.48 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મંગળવારે 11,59,032 કોરોના ટેસ્ટ થયા હતા.