વિશ્વમાં કોરોના વાઇરસની સંખ્યા સોમવારે 90 મિલિયનને વટાવી ગઈ હતી. વિશ્વમાં કોરોનાનો મૃત્યુઆંક 1.93 મિલિયન થયો હતો. છેલ્લાં કેટલાંક મહિનામાં નવા કેસમાં વધારો થયો છે. છેલ્લાં 48 દિવસમાં કુલ કેસના ત્રીજા ભાગના કેસ નોંધાયા હતા, એમ રોઇટર્સ ટેલીમાં જણાવાયું હતું.
ગયા સપ્તાહે યુરોપમાં 25 મિલિયન કેસનો આંક પાર કરી ગયો હતો. તે વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. આ ઉપરાંત નોર્થ અમેરિકા અને લેટિન અમેરિકામાં અનુક્રમે 22.4 મિલિયન અને 16.3 મિલિયન કેસ નોંધાયા હતા.
રોઇટર્સના એનાલિસિસ મુજબ વિશ્વમાં કોરોનાથી થયેલા કુલ 1.93 મિલિયન મોતમાંથી આશરે 31 ટકા મોત યુરોપમાં થયા છે. યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ગયા શુક્રવારે બ્રિટનમાં 3 મિલિયનનો આંક વટાવી ગયો હતો.
અમેરિકામાં બુધવારે સૌથી વધુ 4,000 લોકોના મોત થયા હતા. અમેરિકામાં મહામારીના કેસની સંખ્યા આશરે 22 મિલિયન છે. છેલ્લાં સાત દિવસમાં અમેરિકામાં દૈનિક સરેરાશ 245,000 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના મૃત્યુનો આંક મંગળવારે 150,000ને વટાવી ગયો હતો. આમ સૌથી વધુ મોત ધરાવતો ભારત ત્રીજા ક્રમનો દેશ બન્યો હતો.