COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં રવિવાર, 26 સપ્ટેમ્બરે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 191 દિવસમાં સૌથી ઓછી રહી હતી અને ત્રણ લાખથી ઓછા એક્ટિવ કેસ હતા. એક દિવસમાં એક્ટિવ કેસમાં આશરે 3,856નો ઘટાડો થયો હતો. રવિવારે કોરોના વાઇરસના નવા 26,041 કેસ નોંધાયા હતા, અને તેનાથી કુલ કેસની સંખ્યા વધીને આશરે 3.36 કરોડ થઈ હતી.

દેશમાં કોરોનાના વધુ 276 લોકોના મોત સાથે કુલ મોતનો આંકડો વધીને 4,47,194 થયા હતા. દેશમાં આશરે 2.99 લાખ એક્ટિવ હતા, જે કુલ કેસના 0.89 ટકા થાય છે. કોરોનાનો રાષ્ટ્રીય રિકવરી રેટ 97.78 ટકા રહ્યો હતો.
આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં સતત 92માં દિવસે કોરોનાના નવા દૈનિક કેસો 50,000થી ઓછા રહ્યાં હતા. હાલમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 2.24 ટકા છે, જે છેલ્લાં 28 દિવસથી ત્રણ ટકાથી નીચો છે. વીકલી પોઝિટિવ રેટ 1.94 ટકા રહ્યો હતો, જે છેલ્લાં 94 દિવસમાં ત્રણ ટકાથી નીચો છે.