ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 1280 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિના મૃત્યુ થયા છે. હાલમાં 15631 એક્ટિવ કેસ છે અને 79 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન કોરોના વાયરસનો વ્યાપ વધ્યો છે.
ઓગસ્ટના 31 દિવસમાં જ કોરોનાના 34997 કેસ નોંધાયા છે જ્યારે 583 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, ઓગસ્ટમાં પ્રતિ દિન સરેરાશ 1129 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 19 વ્યક્તિ મૃત્યુ પામી છે. ગુજરાતમાં કોરોનાના કુલ 96435માંથી 35%થી વધુ કેસ માત્ર ઓગસ્ટમાં જ નોંધાઇ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં સૌથી વધુ 171-ગ્રામ્યમાં 86 એમ કુલ 257 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20468 થયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 147-ગ્રામ્યમાં 26 એમ કુલ નવા 173 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે 31519 થઇ ગયા છે. વડોદરા શહેરમાં 93-ગ્રામ્યમાં 35 સાથે કુલ 128, રાજકોટ શહેરમાં 84-ગ્રામ્યમાં 34 સાથે 118 જામનગર શહેરમાં 91-ગ્રામ્યમાં 23 સાથે 114 નવા કેસ સામે આવ્યા છે.
આમ, કુલ કેસનો આંક હવે વડોદરામાં 8197, રાજકોટમાં 4800, જામનગરમાં 2677 થયો છે. અન્ય જિલ્લાઓમાંથી ભાવનગરમાં 40, પંચમહાલમાં 39, ગાંધીનગરમાં 36, જુનાગઢમાં 35, અમરેલીમાં 30, મહેસાણામાં 29, મોરબીમાં 28, પાટણમાં 25, સુરેન્દ્રનગરમાં 21, આણંદ-ભરૂચ-કચ્છમાં 20 નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરત-રાજકોટમાંથી 3-3, ભાવનગરમાંથી 2 જ્યારે ગાંધીનગર-જામનગર-વડોદરામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે 3022 થયો છે. જેમાં સૌથી વધુ 1715 અમદાવાદમાં, 625 સુરતમાં, 128 વડોદરામાં, 93 રાજકોટમાં, 51 ગાંધીનગરમાં, 45 ભાવનગરમાં, 27 જામનગરમાંથી નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1025 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંક હવે 77782 થયો છે. ગુજરાતમાં સાજા થવાનો દર 80.66% છે. છેલ્લા 24 કલાકમાં 66363 ટેસ્ટ કરાયા હતા. આમ, ગુજરાતમાં હવે કુલ 23,81,836 કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 5,02,388 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.