NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં એક મહિના બાદ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો હતો. દેશમાં એક દિવસમાં આશરે 17,000થી વધુ કેસ નોંધાયા હતા અને 89 લોકોના મોત થયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જારી કરેલા ડેટામાં જણાવ્યું હતું.

છેલ્લાં 24 કલાકમાં 17,407 નવા કેસ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 1,11,56,923 થઈ હતી અને નવા 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,57,435 થયો હતો. દેશમાં અત્યાર સુધી 1,08,26,075 લોકો કોરોનાથી રિકવર થયા છે. અગાઉ 29 જાન્યુઆરીએ કોરોનાના 18,855 કેસ નોંધાય હતા. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1,73,413 છે, જે કુલ કેસના 1.55 ટકા છે. કોરોનાનો રિકવરી રેટ 97.03 ટકા છે અને મૃત્યુદર 1.41 ટકા છે.

દેશમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 85 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 9,855 નવા કેસ નોંધાયા હતા, જે 18 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. કેરળમાં 2,765, પંજાબમાં 772 કેસ નોંધાયા હતા. ભારતના મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ માટે મુશ્કેલી ઊભી થઈ હતી, રાજ્યમાં કોરોનાના નવા ૯૮૫૫ કેસ નોંધાયા હતા. અને ૪૨ દરદીના મોત થયા હતા.