કોેરોના યોદ્ધાઓ પ્રતિ લોકો તેમની સાથે છે અને વાતાવરણને થોડુ હળવું બનાવા માટે બોલીવૂડ જગતના તમામ પીઢ સિંગર્સ સાથે જોડાયા છે. દેશને સંગીતના તારો સાથે જોડવા માટે ત્રણ દિવસની છે. ૧૦ એપ્રિલથી શરૂ થયેલી આ કોન્સર્ટ ૧૨ એપ્રિલ સુધી ચાલવાની છે. જેમાં સંગીતક્ષેત્રના ૧૮ પીઢ ગાયકો એકજ પ્લેટફોર્મ પર આવ્યા છે. આ વર્ચુઅલ કોન્સર્ટ સંગીત સેતુનો શુક્રવારે પહેલો દિવસ હતો.
આ કોન્સર્ટ ડીડી, આજતક, ઓટીટી, ડીટીએચ અને યુટ્બથી પ્રસારિત થઇ રહી છે. રાતના આઠ થી નવ વાગ્યા સુધી આ મહેફિલનું ફ્રીમાં સ્ટ્રિંગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમાંથી થયેલી કમાણી પીએમ કેયર્સ રાહત કોષમાં જમા કરવામાં આવશે. આ સંગીત સેતુનો હોસ્ટ અક્ષય કુમાર છે. આ વર્ચુઅલ સંગીત સેતુ કોન્સર્ટમાં ભારતના ૧૮ લોકપ્રિય અને પીઢ સિંગર્સ પરફોર્મ કરી રહ્યા છે.
અનુપ જલોટા, સહિત ઘણા ગાયકોએ ૧૦ એપ્રિલથી શરૂઆત કરી દીધી છે. લતા મંગેશકર, આશા ભોંસલે, કેજે યેસુદાસ, ઉદિત નારાયણ, અનૂપ જલોટા, પંકજ ઉધાસ, કવિતા કૃષ્ણમૂર્તિ, સુદેશ બોંસલે, અ્લકા યાજ્ઞિાક, કુમાર સાનૂ, હરિહરણ, શંકર મહાદેવન, સોનૂ નિગમ, સલીમ મર્ચન્ટ તેમજ શાન જેવા ગાયકો લોકોને સંગીત દ્વારા હળવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સિંગર્સ રાઇટસ એસોસિએશને દરેક ઓટીટી, ટીવી અને ડિજિટલ ચેનલોને આ કન્સર્ટ ફ્રીમાં સ્ટ્રીમ કરવાનો અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમ રાતના આઠથી નવ વાગ્યા દરમિયાન પ્રસારિત થાય છે જેનો હોસ્ટ અક્ષય કુમાર છે. પહેલા દિવસે કૈલાશ ખેર, અનુપ જલોટા જેવા ગાયકોએ લોકોને પોતાની ગાયકીદ્વારા ખુશ કરી દીધા હતા.