કોરોનાવાયરસ કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે અને બચવા માટે જાહેર જનતાને સામ-સામે વાત કરવાનું ટાળવા, નિયમિત કપડાં ધોઈ લેવા અને ઘરની બારીઓ ખુલ્લી રાખવા જણવાયુ છે. વાયરસ કેટલાક દિવસો સુધી કાપડ પર ટકી શકે છે તેથી કપડા દ્વારા તે ચહેરાને સ્પર્શે તો ચેપ લાગી શકે છે. સખત ચેતવણી અને સત્તાવાર માર્ગદર્શન આપતા કહેવામાં આવ્યુ છે કે જ્યાં શક્ય હોય ત્યાં સરકારની સલાહ અને માર્ગદર્શનનુ પાલન કરવાની કે અપનાવવાની જવાબદારી જનતાની છે.
મિનીસ્ટર્સે બ્રિટનના લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી દરમિયાન તેમ જ સામાજિક અંતર શક્ય ન હોય તેવી કેટલીક દુકાનોમાં કે સ્થળોએ ફેસ માસ્ક પહેરવા વિનંતી કરી છે. આ ઉપરાંત લોકોને સલાહ આપવામાં આવી છે કે સતત સાબુ અને પાણી વડે હાથ વારંવાર ધોઈ લો અને તેને સારી રીતે સૂકવો. ચહેરાને શક્ય તેટલો સાફ રાખો અને ચહેરાને સ્પર્શ કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે સાર્સ-કોવિડ-19 વાયરસનો ચેપ લાગવા પાછળનુ તે એક મુખ્ય કારણ છે. ગ્રાહકો, મુલાકાતીઓ, કર્મચારીઓ અથવા એમ્પ્લોયર તરીકે બધાએ વાયરસના ચેપનું જોખમ ઓછું કરવા માટે પોતાના કામના સ્થળે, બિઝનેસીસમાં ફેરફાર કરવાની જરૂર છે.
આરોગ્ય વિભાગના વડાઓએ તેમના માર્ગદર્શનમાં જણાવ્યુ હતુ કે ‘’ચેપનું જોખમ તમે બીજા વ્યક્તિની નજીક હો ત્યારે વધી જાય છે. કોઈની સાથે ગાઢ સંપર્કમાં જેટલો સમય વધારે પસાર કરો છો તેટલુ જોખમ વધે છે. દા.ત. જો તમે શેરીમાં કોઈ વ્યક્તિની આગળ ચાલો તો તમને ચેપ લાગવાની સંભાવના બહુ ઓછી છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની ભલામણ છે કે લોકોએ સાવચેતી ખાતર એકબીજાથી ઓછામાં ઓછા બે મીટર દૂર રહેવાનો પ્રયાસ કરવો. ઘરની બહાર શક્ય હોય ત્યાં સેનિટાઇઝરનો ઉપયોગ કરો, ખાસ કરીને કોઈ બિલ્ડિંગમાં પ્રવેશ કરો અને કોઇ સપાટીઓના સંપર્કમાં આવ્યા પછી તેનો ઉપયોગ કરો.
ઓફિસમાં કામ કરતા હો તો બીજા સાથે ઓછો સમય પસાર કરો અને તેની સંખ્યા ઘટાડવી જોઈએ. રોજે રોજ સાથે કામ કરતા લોકોની ટીમને જ એમ્પ્લોયરોએ બીજી શીફ્ટમાં રખવા જોઇએ. કર્મચારીઓને નાના ગૃપમાં રાખવાની વિવિધ ટીમોમાં વિભાજીત કરવાની સલાહ આપવામાં આવી છે જેથી તેઓ અન્ય કર્મચારીઓના સંપર્કમાં ન આવે. વાયરસ સપાટી પર 72 કલાક સુધી રહેતો હોવાથી દરવાજાના હેન્ડલ્સ, લિફ્ટના બટન, બાથરૂમ, રસોડુ, ટી પોઇન્ટ જેવા સ્થળની અવારનવાર સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભીડમાં જવાનુ ટાળો. લોકોનો સંપર્ક ઓછો કરશો તો વાયરસનો ચેપ ઓછો લાગશે. સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પીક ટાઇમ્સમાં મુસાફરી કરવનું ટાળો. એમ્પ્લોયરોએ સાયકલ સ્ટોરેજ, કપડા બદલવાની અને કાર પાર્કિગની સુવિધા આપવી જોઇએ.