ભારતમાં કોરોના કેસની સંખ્યા 80 લાખની નજીક પહોંચી છે, પરંતુ દૈનિક નવા કેસની સંખ્યા 45,000થી નીચી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ આશરે 79,90 લાખ કેસો નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં વધુ 43,893 પોઝિટિવ કેસો નોંધાયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટામાં જણાવ્યું હતું.
દૈનિક ધોરણે કોરોનાથી વધુ 508 દર્દીઓના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંક 72. 59 લાખ રહ્યો હતો તેમજ કુલ મૃત્યુઆંક આશરે 1.20 લાખે પહોંચ્યો હતો. વર્તમાન સમયે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 6 લાખ આસપાસ છે. 22 ઓગસ્ટ પછી પ્રથમ વખત સક્રિય કેસોની સંખ્યા 6 લાખથી નીચે રહી છે. દેશમાં કોરોનાના કુલ 6.10 લાખ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 90.85 ટકા પર પહોંચ્યો છે અને મૃત્યુદર 1.5 ટકા રહ્યો છે.