ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના નવા 1069 કેસો નોંધાયા હતા, બીજી બાજુ 103 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના નવા 23 કેસો નોંધાયા હતા અને ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 136 પર પહોંચ્યો હતો.
રાજ્યમાં કોરોનાના કારણે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,119 પર પહોંચ્યો હતો. નવા કેસોમાં અમદાવાદ કોર્પોરેશનમાં 559, સુરત કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 61, રાજકોટ કોર્પોરેશનમાં 41, આણંદ અને ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, રાજકોટ જિલ્લામાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 17 દર્દીઓ નોંધાયા હતા. નવસારીમાં 1 દર્દીનું મોત થયું હતું.
રાજ્યમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,52,072 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં સાજા થવાનો દર 98.31 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 818755 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસો 3927 છે જેમાં 11 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 3916 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યમાં બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે આગામી 3થી 9 જાન્યુઆરી દરમિયાન કોરોના વેક્સિનેશન અભિયાન હાથ ધરાશે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને આવરી લેવાશે. તો 7 જાન્યુઆરીએ મહાઅભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તેવા પ્રયાસ કરાશે.