ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સોમવારે માહિતી આપી હતી કે સરકારને રાજ્યમાં કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ તરફથી વળતર માટે 22,557 અરજીઓ મળી છે, જેમાંથી રાજ્ય સરકારે 16,175 કેસોમાં ચૂકવણી મંજૂર કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં સત્તાવાર કોવિડ મૃત્યઆંક સરકારે જાહેર કર્યા મુજબ 13 ડિસેમ્બર 2021 સુધીમાં 10,099 છે અને સુપ્રીમ
કોર્ટને સુપરત કરાયેલ અહેવાલ સૂચવે છે કે 6,076 વધારાના દાવાઓઓ કોરોના મૃત્યુઆંકમાં ઉમેરવામાં આવ્યા છે, જે સાથે તાજેતરમાં કોરોના આંકડા અપડેટ કરનાર રાજ્યમાં ગુજરાતનું નામ નવું છે. મોટાભાગનાં રાજ્યો સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને કોર્ટને વળતરની ચૂકવણીની જાણ કરી રહ્યા છે. અહીં નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ પીડિતોના આત્મહત્યાના કિસ્સાઓને પણ કોરોના મોતના આંકડામાં સામેલ કરવાની પાત્રતા ઠેરવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે કોઈ પણ કારણસર મૃત્યુ થાય ત્યારે જો તે વ્યક્તિ કોવિડથી પીડિત હોય અથવા રોગ થયાનું નિદાન થયું હોય તેના એક મહિનાની અંદર મૃત્યુ પામે તો તેને “કોવિડ મૃત્યુ” તરીકે ગણવામાં આવે.
9 ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં, ગૌરવ બંસલ દ્વારા કોવિડ મૃત્યુના કેસોમાં રૂ. 50,000 વળતરની વહેંચણી અંગે દાખલ કરાયેલી અરજીના જવાબમાં, ગુજરાતના રાહત કમિશનરે જણાવ્યું હતું કે, “એ સ્વિકારવામાં કરવામાં આવે છે કે આજ સુધીમાં વળતરની માગણી સાથે 22,557 અરજીઓ મળી છે. જેમાંથી 16,175 કેસ માટે વળતર ચૂકવણીની મંજૂરી આપી દેવામાં આવી છે. વધુમાં માહિતી આપવામાં આવી છે કે મંજૂર કરાયેલા 16,175 કેસમાંથી 14,215 કેસ માટે DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોવિડ મૃત્યુના ઓછા આંકડા આપવાની વાતને નકારી કાઢી હતી. “કોવિડ મૃત્યુ નોંધવાની પદ્ધતિ ICMR દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે અને ગુજરાત સહિત તમામ રાજ્યો તેનું પાલન કરી રહ્યા છે.