ભારતમાં કોરોનો દૈનિક મૃત્યુઆંક ફેબ્રુઆરીમાં સતત ચોથી વખત 100થી નીચો રહ્યો હતો. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા પણ દોઢ લાખથી નીચી રહી છે. સોમવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 11,831 કેસ નોંધાયા હતા. તેનાથી કોરોનાના કુલ કેસનો આંક વધીને 1,08,38,194 થયો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં નવા 84 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,55,080 થયો હતો. કોરોનાથી અત્યાર સુધી 1,05,34,505 લોકો રિકવર થયા છે. તેનાથી કુલ રિકવરી રેટ 97.20 ટકા રહ્યો હતો. કોરોનો મૃત્યુદર 1.43 ટકા રહ્યો હતો. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1,48,609 છે.