ઘરેલું મુદ્દાઓ અને યુકેમાં આર્થિક સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવતા અઠવાડિયે ઇજિપ્તમાં યોજાનારી COP27 ક્લાયમેટ સમિટ છોડી દેવાના અગાઉના નિર્ણયને પલટાવીને બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ COP27 ક્લાયમેટ સમિટમાં ભાગ લેશે.

ભારતીય મૂળના COP27 પ્રમુખ અને ટોરી એમપી આલોક શર્મા અને ક્લાયમેટ ચેન્જ કાર્યકરોની ટીકા બાદ સુનકે ટ્વિટર પર તેમની યોજનાઓ જાહેર કરી હતી. આલોક શર્માએ જણાવ્યું હતું કે આ મુદ્દે યુકેની પ્રતિબદ્ધતા દર્શાવવા વડા પ્રધાનનું શર્મ અલ શેખમાં યોજાનાર બેઠકમાં હાજર રહેવું મહત્વપૂર્ણ છે. બીજી તરફ પૂર્વ બોરિસ જૉન્સને પુષ્ટિ કરી હતી કે તેઓ 6 અને 18 નવેમ્બરની વચ્ચે નિર્ધારિત સમિટમાં ભાગ લેશે.

સુનકે ટ્વિટ કર્યું હતું કે “કલાઈમેટ ચેન્જ પર પગલાં લીધા વિના લાંબા ગાળાની સમૃદ્ધિ નથી. રિન્યુએબલ્સમાં રોકાણ કર્યા વિના એનર્જી સિક્યુરીટી નથી. તેથી જ હું સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણના ગ્લાસગોના વારસાને આગળ ધપાવવા આવતા અઠવાડિયે COP27માં હાજરી આપીશ.”

LEAVE A REPLY