પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જો તમે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ઉપર ઉતરશો તો લગેજ માટે એક કલાક જેટલો સમય રાહ જોવી પડશે, કારણ કે આગામી બે મહિના સુધી ડોમેસ્ટિક એરપોર્ટના એરાઈવલ ખાતે હવે માત્ર બે જ કન્વેયર બેલ્ટ ચાલુ રાખવામાં આવશે. ડોમેસ્ટિક ટર્મિનલના એરાઈવલ ખાતે આવેલા ત્રણ કન્વેયર બેલ્ટમાંથી એક કન્વેયર બેલ્ટને રિપેરિંગ માટે 15 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ હવે આગામી બે મહિનાની ફેસ્ટિવલ સિઝન દરમિયાન માત્ર બે જ કન્વેયર બેલ્ટ વર્કિંગ કન્ડિશનમાં હશે.

એરલાઇનના સૂત્રો કહે છે કે, જેથી ફેસ્ટિવલ સીઝનમાં વધેલી ફ્લાઈટ ફ્રિકવન્સી અને પેસેન્જર ફૂટફોલને કારણે પિક અવર્સમાં એક સાથે જો ત્રણ-ચાર ફ્લાઇટના પેસેન્જરો ભેગા થઈ જશે તો માત્ર બે જ કન્વેયર બેલ્ટ ચાલુ રાખવાના નિર્ણયને કારણે પેસેન્જરોને તેમનો લગેજ લેવા માટે લાંબો સમય રાહ જોવી પડશે.