આ વખતે મુંબઈની જગ્યાએ ગુજરાતના ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે મુંબઈના મહત્ત્વમાં ઘટાડો કરવાનો અને ફિલ્મ ઉદ્યોગને બહાર ખસેડવાનો આ એક પ્રયાસ છે. પરંપરાગત રીતે ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાતો હોય છે, પરંતુ આ વખતે ગુજરાત ટુરિઝમના સહયોગમાં 27-28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે.
રાજ્યની વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે બોલિવૂડ અને મુંબઈ વચ્ચે અતૂટ બંધન છે. મુંબઈની બહાર ફિલ્મફેર પુરસ્કારોનું આયોજન કરવાનો નિર્ણય મુંબઈનું મહત્વ ઘટાડવાનો અને ફિલ્મ ઉદ્યોગને શહેરની બહાર લઈ જવાનો પ્રયાસ છે. આ નિર્ણયથી સિનેમા શ્રમિકોના બિઝનેસને નુકસાન થશે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે પહેલા મહારાષ્ટ્રના ઉદ્યોગોને મુંબઈની બહાર લઈ જવામાં આવ્યાં હતાં અને હવે મહાયુતિ સરકારની “બુરી નજર” મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડી છે.
ફિલ્મફેર એવોર્ડ વાર્ષિક પુરસ્કારો છે, જે બોલિવૂડમાં કલાત્મક અને તકનીકી શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે અને તે દેશની સૌથી પ્રખ્યાત ફિલ્મ ઇવેન્ટ્સમાંની એક છે.
એનસીપી (શરદ પવાર જૂથ)ના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત બધાની “ચોરી” કરી રહ્યું છે. છેલ્લાં વર્ષમાં બિગ ટિકિટ પ્રોજેક્ટ્સ ચોરાઈ ગયા હતા અને હવે પ્રતિષ્ઠિત બોલિવૂડ ફિલ્મ એવોર્ડ પર હડપ થઈ રહ્યો છે. ગુજરાતમાં એવોર્ડ યોજવા માટે ગુજરાત સરકારનું ફિલ્મફેરને આમંત્રણ મુંબઈ અને મહારાષ્ટ્રની પ્રતિષ્ઠા છીનવી લેવાનું વધુ ષડયંત્ર છે.
તેમણે જણાવ્યું હતું કે શરમજનક બાબત એ છે કે ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર આ મુદ્દા પર મૌન છે. ગુજરાત પણ આપણા ભારતનું રાજ્ય છે. અને તે હંમેશા સમૃદ્ધ રહે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર માટે કેમ આવું વિચારતી નથી.
0000000000