Congress RSS
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 સપ્ટેમ્બરે કેરળમાં ભારત જોડો યાત્રા દરમિયાન યુવા સમર્થકો સાથે સેલ્ફી લીધી હતી. (PTI Photo)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે છઠ્ઠા દિવસે ફરી વિવાદમાં આવી હતી. કોંગ્રેસે પોતાના ટ્વીટર એકાઉન્ટથી આરએસએસની કથિત ખાખી ચડ્ડીની તસવીર શેર કરી અને ટ્વીટમાં લખ્યું કે,‘દેશને નફરતથી મુક્ત કરાવવા માટે 145 દિવસ બાકી છે.’ ફોટોની સાથે કોંગ્રેસે કેપ્શન આપ્યું છે કે, ‘દેશને નફરતના સકંજાથી મુક્ત કરાવવા અને ભાજપ-આરએસએસના ડેમેજની ભરપાઈ કરવાના અમારા લક્ષ્ય પર અમે ધીમે-ધીમે પહોંચી જ જઈશું.’

આ ટ્વીટથી વિવાદ વકર્યો હતો. ભાજપે શિખ વિરોધી રમખાણો અને મુંબઈના રમખાણોની યાદ આપી કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આગ લગાડવાની કોંગ્રેસની જૂની આદત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જણાવ્યું હતું કે તેમના બાપ-દાદાએ સંઘનો ખૂબ તિરસ્કાર કર્યો, પરંતુ સંઘ અટક્યો નથી. ભાજપે કોંગ્રેસ પર શીખ વિરોધી હુલ્લડ ભડકાવવાનો આક્ષેપ લગાવ્યો છે. આરએસએસના સહ સરકાર્યવાહ ડો.મનમોહન વૈદ્યે સોમવારે કહ્યું કે, તેમના બાપ-દાદાએ સંઘનો તિરસ્કાર કર્યો અને પોતાની આખી તાકાત સંઘને રોકવા કરી, પરંતુ સંઘ અટક્યો નથી, સંઘ સતત આગળ વધતો રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસના ખાનદાની રસમ જ એવી રહી છે કે કાં તો તે દેશને તોડો કાં તો સળગાવે.

LEAVE A REPLY