બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા ગુરુવારે ટ્વીટર પર આર્મી ઓફિસરનું અપમાન કરતી એક પોસ્ટને કારણે વિવાદમાં સપડાઈ હતી અને આખરે માફી માગી હતી. રિચા ચઢ્ઢાએ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)ને પાછું લેવા અંગેના ટોચના સૈન્ય અધિકારીના નિવેદનની ચીન સાથેની ગલવાન અથડામણનો ઉલ્લેખ કરીને મજાક ઉઠાવી હતી.
પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા કાશ્મીરના પરત લેવા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા નોર્ધન આર્મી કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે આર્મી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે “હંમેશા તૈયાર” છે.
રિચા ચઢ્ઢાએ આર્મી ઓફિસરના નિવેદન પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે “ગલવાન કહે છે હાય.”
અહીં ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ચીન આર્મી સાથે ગલવાન અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. તે ઘટનામાં 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા
અભિનેત્રીના ટ્વીટ પર તેની આકરી ટીકા થઈ હતી.. ભાજપે રિચા વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. રિચાએ પોતાનું એ વિવાદાસ્પદ ટ્વિટ પણ ડિલીટ કરી દીધું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિન્દર સિંહ સિરસાએ મુંબઈ પોલીસને રિચા ચઢ્ઢા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે વિવાદ વકરતા અભિનેત્રી રિચા ચઢ્ઢાએ નવા ટ્વિટમાં માફી માંગી હતી અને એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, સૈન્ય પ્રત્યે સહાનુભૂતિ તેના લોહીમાં છે કારણ કે દાદા આર્મીમાં હતા અને મામા પેરાટ્રૂપર હતા. રિચા ચઢ્ઢાએ ટ્વિટર પર પોતાની માફી માગતા લખ્યું હતું કે, “મેં વિચાર્યું કે જે ત્રણ શબ્દોને વિવાદમાં ઘસડ્યા તેના દ્વારા મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો કે દુઃખ પહોંચાડવાનો ન હોઈ શકે. હું માફી માંગુ છું