ભારતના 71મા બંધારણ દિવસ શુક્રવાર, 26 નવેમ્બરે ઉજવવામાં કરવામાં આવી હતી.. આ પ્રસંગે નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ બંધારણ દિવસ પરના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. તેમાં શિવસેના, NCP, સમાજવાદી પાર્ટી, RJD, IUML અને DMK સામેલ છે. કોંગ્રેસ અને તૃણમૂલે પહેલેથી જ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતી. ત્યારબાદ કોંગ્રેસની અપીલ પર બાકી પાર્ટીઓએ પણ કાર્યક્રમમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણું બંધારણ હજારો વર્ષોની મહાન પરંપરા, અખંડ ધારાની અભિવ્યક્તિ છે. તેથી જ આપણા માટે બંધારણ પ્રત્યેનું સમર્પણ અને જ્યારે આપણે આ બંધારણીય વ્યવસ્થામાંથી લોકપ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી આપણે જે પણ જવાબદારીઓ નિભાવીએ છીએ, આપણે બંધારણની ભાવનાથી સજ્જ થવું પડશે. જ્યાં બંધારણને ઠેસ પહોંચી રહી છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં.
મોદીએ જણાવ્યું કે આજનો દિવસ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે આ ગૃહને વંદન કરવાનો દિવસ છે. આજે 26/11ની વરસી પણ છે. આ દુઃખદ દિવસે જ્યારે દેશના દુશ્મનોએ મુંબઈમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ દેશના સામાન્ય માણસની સુરક્ષાની જવાબદારી હેઠળ આપણા ઘણા બહાદુર સૈનિકોએ તે આતંકવાદીઓ સામે લડતા પોતાનું બલિદાન આપ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે હું આજે એ તમામ બલિદાન આપનારાઓને નમન કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતા તેમણે કોંગ્રેસને ‘પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી’ ગણાવી. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ક્યારેક આપણે વિચારીએ છીએ કે જો આપણે બંધારણ બનાવવાની જરૂરત પડી હોત તો શું થયું હોત. આઝાદીની લડાઈ, ભાગલાની ભયાનકતા છતાં દેશનું હિત સૌથી મોટું છે, દરેકના હૃદયમાં બંધારણ ઘડતા સમયે આ જ મંત્ર હતો. વિવિધતાઓથી ભરેલો દેશ, અનેક ભાષાઓ, પંથ અને રાજા-રજવાડા, આ બધુ હોવા છતાં બંધારણના મધ્યમથી દેશને એક બંધનમાં બાંધીને દેશને આગળ લઈ જવો.