રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે.
પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવની ઉજવણી વચ્ચે પ્રધાનને આ મોટી જાહેરાત કરી હતી. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના આધ્યાત્મિક ગુરુ છે.અમદાવાદમાં પ્રમુખ સ્વામીના જન્મશતાબ્દી મહોત્સવમાં રેલવે પ્રધાને હાજરી આપી હતી.હાલમાં અમદાવાદમાં આશરે 600 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં એક મહિના માટે આ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
રેલવે પ્રધાને કહ્યું કે, “ટ્રેન દિલ્હી અને અમદાવાદ બંને અક્ષરધામ મંદિરોને જોડે છે. તેથી, સ્વામિનારાયણ સમુદાય દ્વારા કરવામાં આવતી આટલી મોટી સેવા માટે આ એક નાની ભેટ છે.”
મુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું હતું કે, મહંત સ્વામી મહારાજે મને કહ્યું હતું કે, તમે જે પણ કાર્ય કરો તેમાં સેવાની ભાવના અગ્રસ્થાને રાખો. હું પ્રમુખ સ્વામી મહારાજ નગરના હજારો સ્વયંસેવકોને આ શિક્ષાને આત્મસાત કરતા જોઈ શકું છું.
અશ્વિની વૈષ્ણવ પ્રમુખસ્વામીનગરની મુલાકાત લઇને અભિભૂત થયા હતા અને તેમણે બીએસપીએસના માઇક્રો મેનેજમેન્ટના વખાણ કર્યા હતા. તેમણે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત બાદ કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સમાજસેવાનું કાર્ય કર્યું છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું તે મારું પરમ સૌભાગ્ય છે.