ફાઇલ ફોટો (ANI Photo/ANI Pic Service)

ન્યૂ યોર્ક ખાતેનું ભારતનું કોન્સ્યુલેટ જનરલ વાસ્તવિક ઇમર્જન્સીના કિસ્સામાં ભારતમાં લોકોની મુસાફરીમાં મદદ કરવા અને સુવિધા આપવા માટે તમામ રજાઓ સહિત સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રહેશે.

કોન્સ્યુલેટે 11મે, શુક્રવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તે સામાન્ય લોકોની ઇમર્જન્સી  જરૂરિયાતોને સંબોધવા માટે શનિવાર અને રવિવાર સહિતની તમામ રજાઓ તેમજ અન્ય જાહેર રજાઓ દરમિયાન બપોરે 2 થી 4 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સુવિધા વાસ્તવિક ઇમર્જન્સીમાં રહેલા લોકો માટે છે અને નિયમિત કોન્સ્યુલર સેવાઓ માટે નથી.

કોન્સ્યુલેટે અરજદારોને સલાહ આપી હતી કે કોઈપણ ઇમર્જન્સી સેવા માટે આવતા પહેલા તેઓએ આવી સેવાઓ માટે સહાયક દસ્તાવેજોની આવશ્યકતાની ખાતરી કરવા માટે કોન્સ્યુલેટના ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર પર કોલ કરવો પડશે.

શુક્રવારથી અમલમાં આવેલી આ સુવિધા ફક્ત ઇમર્જન્સી  વિઝા, ઇમર્જન્સી સર્ટિફિકેટ (તે જ દિવસે ભારતની મુસાફરી માટે) અને તે જ દિવસે મોકલવામાં આવતા મૃતદેહોના પરિવહન જેવા પ્રવાસ દસ્તાવેજોની ઇમર્જન્સી જરૂરિયાતો માટે છે. અરજદારોએ ઇમર્જન્સી વિઝા માટે ઇમર્જન્સી સર્વિસ ફી ચુકવવી પડશે.

LEAVE A REPLY