અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન સેવાલ 2026થી શરૂ થવાની છે. ત્યારે હવે અમદાવાદથી દિલ્હીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. આનાથી અમદાવાદથી દિલ્હી વચ્ચે મુસાફરીનો સમય હાલના આશરે 12 કલાકથી ઘટીને 3.5 કલાક થવાની ધારણા છે. આ બુલેટ ટ્રેન પ્રતિકલાક 250 કિમીની ઝડપે દોડશે.
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં બુલેટ ટ્રેન કોરિડોર બનાવવાનું વચન આપ્યું છે અને અમદાવાદ-દિલ્હી રૂટ સરકાર દ્વારા આયોજિત છ પ્રોજેક્ટ્સમાંનો એક હશે.અગાઉ 2020માં નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRC)એ પ્રોજેક્ટની અંતિમ ડિઝાઇન માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી હતી. કેન્દ્રની મંજૂરી બાકી છે, પરંતુ પ્રોજેક્ટનો ઉદ્દેશ અમદાવાદ અને દિલ્હી વચ્ચે લગભગ 900 કિમી એલિવેટેડ કોરિડોર દ્વારા લગભગ નવ કલાકનો પ્રવાસ સમય ઘટાડવાનો છે. એક સમાચાર અહેવાલ મુજબ, જમીન સંપાદનના પડકારોને ઘટાડવા માટે, રેલ્વે અધિકારીઓએ હાલના રેલ્વે નેટવર્ક સાથે ટ્રેકને જોડવાનું કરવાનું પસંદ કર્યું છે.
સૂચિત રૂટ મુજબ, બુલેટ ટ્રેન સેવા સાબરમતી સ્ટેશનના મલ્ટિમોડલ હબથી શરૂ થશે અને દિલ્હી પહોંચતા પહેલા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના નવ મુખ્ય સ્ટેશનોમાંથી પસાર થશે. ટ્રેનની લક્ષિત મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક છે.