નવી દિલ્હીમાં સોમવારે ઇન્ડિયા યુકે ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગ દરમિયાન ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને યુનાઇટેડ કિંગડમના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર જેરેમી હંટે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. (ANI Photo)

બ્રિટનના નાણા પ્રધાન જેરેમી હંટે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકાર ભારતીય કંપનીઓને લંડન સ્ટોક એક્સચેન્જમાં સીધા લિસ્ટિંગને મંજૂરી આપવાની વિચારણા કરશે. વર્તમાન નિયમો હેઠળ ભારતીય કંપનીઓને વિદેશી એક્સચેન્જો પર સીધા લિસ્ટિંગની મંજૂરી નથી. ભારતીય કંપનીઓ માત્ર ડિપોઝિટરી રિસિટ્સ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ મારફત વિદેશી શેરબજારોમાં લિસ્ટિંગ કરાવી શકે છે.

જો ભારત આવી મંજૂરી આપશે તો ભારતની કંપનીઓ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં તેમના શેરનું લિસ્ટિંગ કરાવીને લંડનના બજારમાંથી પણ નાણા એકત્ર કરી શકશે. જેરેમી હંટે જણાવ્યું હતું કે ભારતે પુષ્ટિ આપી છે કે તે ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ માટે એક ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ તરીકે લંડન સ્ટોક એક્સ્ચેન્જની વિચારણા કરશે.

નવી દિલ્હીમાં જી20 બેઠકો બાદ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે સંયુક્ત નિવેદન આપતી વખતે તેઓ પ્રેસ સાથે વાતચીત કરી રહ્યાં હતાં.

અગાઉ 2020 મીડિયા અહેવાલ આવ્યાં હતા કે લંડન સ્ટોક એક્સચેન્જ વિદેશી સ્ટોક લિસ્ટિંગ માટે ઘણી ભારતીય ટેક્નોલોજી કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક વિરોધને કારણે કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવાની યોજના ખોરંભે પડી છે. જુલાઈ ભારતે જણાવ્યું હતું કે સરકારે કંપનીઓને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં એક્સચેન્જો પર લિસ્ટિંગની મંજૂરી આપી છે, જેથી કંપનીઓને સરળ અને સસ્તી વિદેશી મૂડીની લાભ મળી શકે છે.

LEAVE A REPLY