તા. 4 મે’ના રોજ ચૂંટણીઓએ યેજાઇ રહી છે ત્યારે કન્ઝર્વેટિવ્સ પાર્ટીએ વચન આપ્યું છે કે જો લેસ્ટરશાયરની ઓડબી અને વિગસ્ટન કાઉન્સિલમાં બહુમતી મેળવીને સત્તા મેળવશે તો તેઓ કાર પાર્કિંગ ચાર્જને રદ કરશે. 2022 ની શરૂઆતમાં આ બરોમાં કાઉન્સિલની માલિકીના કાર પાર્ક માટે ચાર્જીસ શરૂ કરાયા હતા. આ નિર્ણયથી ઘણા બિઝનેસ માલિકો નારાજ થયા હતા.
કોન્ઝર્વેટીવ્સના સ્થાનિક ચૂંટણી ઢંઢેરામાં કાઉન્સિલની નાણાકીય સ્થિતિ સ્થિર થઈ જાય તો કાર પાર્કિંગ ચાર્જમાંથી છૂટકારો આપવાની પ્રતિજ્ઞા કરાઇ છે. કાઉન્સિલ હાલમાં લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા ચલાવવામાં આવે છે અને તેઓ 26માંથી 22 બેઠકો ધરાવે છે. જ્યારે બાકીની ચાર પર કન્ઝર્વેટિવ કાઉન્સિલરોનો કબજો છે.
બરોમાં લિબરલ ડેમોક્રેટ્સે બરોમાં નવી રમતગમત સુવિધાઓ અને 100 થી વધુ ઘરો બાંધવાની પ્રતિજ્ઞા લીધી છે.