કન્ઝર્વેટિવ પાર્ટીના કોષાધ્યક્ષ મલિક કરીમને પાર્ટીના અધ્યક્ષ નદીમ ઝહાવીના ફંડ એકઠું કરવાના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કરીમ કન્ઝર્વેટિવ પાર્ટીના ખજાનચી તરીકે સેવા આપનાર પ્રથમ રંગીન વ્યક્તિ છે.
કરીમની જુલાઈ 2021માં વડા પ્રધાન દ્વારા ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે પક્ષને ચૂંટણી લડવા માટે તૈયાર કરવા માટે ટોરી માટે ભંડોળ એકત્ર કરવાની વ્યૂહરચના બનાવી હતી.
વડા પ્રધાન અને પક્ષના નેતા ઋષિ સુનકે જણાવ્યું હતું કે “હું મલિકને પાર્ટીના ખજાનચી તરીકેના તેમના સમય દરમિયાન તેમની સખત મહેનત અને સંપૂર્ણ પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું. તેઓ ઇનોગ્યુરલ કન્ઝર્વેટિવ પાર્ટી સિટી ડિનર જેવી મોટી નવી ઇવેન્ટ્સને સફળ બનાવવા માટે સર્જનાત્મક અને અસરકારક રહ્યા છે.”
કરીમ એક સફળ બિઝનેસ લીડર છે અને નાણાકીય સેવા ઉદ્યોગને M&A સલાહ આપતી દેશની અગ્રણી કંપનીઓમાંની એક ફેન્ચર્ચ એડવાઈઝરીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ છે.
ઝહાવીએ કહ્યું હતું કે “હું મલિક સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. હું જાણું છું કે અમે બધા મલિકના અનુભવ અને કુશળતા પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું અને અમે સામાન્ય ચૂંટણી માટે યોગ્ય બનીશું.”
કરીમની લગભગ ચાર દાયકાની સિટી કારકિર્દી છે. અગાઉ, તેઓ ક્રેડિટ સુઈસ/ડીએલજેના મેનેજિંગ ડિરેક્ટર હતા અને ક્લીનવોર્ટ બેન્સનના ડિરેક્ટર પણ હતા. તેઓ 1972માં યુગાન્ડાથી શરણાર્થી તરીકે તેઓ યુકે આવ્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાંથી અર્થશાસ્ત્રમાં BA અને MAની ડીગ્રી મેળવી છે અને આર્થર એન્ડરસન સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે લાયકાત મેળવી હતી.
કરીમે કહ્યું હતું કે “કંઝર્વેટિવ પાર્ટીના ખજાનચી તરીકે સેવા આપવી એ એક સન્માન અને વિશેષાધિકાર રહ્યો છે. હું અમારી પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખીશ અને ખાસ કરીને આગામી સામાન્ય ચૂંટણી લડવા માટે ભંડોળ એકત્ર કરવા માટે નાધિમ, તેમના કેબિનેટ સાથીદારો અને CCHQ સાથે નજીકથી કામ કરવા માટે આતુર રહીશ.”