• સરવર આલમ દ્વારા

લેબર એમપી અને શેડો સેક્રેટરી ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ જોનાથન રેનોલ્ડ્સે કન્ઝર્વેટિવ પાર્ટી પર સરકારમાં તેમની નિષ્ફળતાઓથી દૂર રહેવા માટે “સંસ્કૃતિ યુદ્ધો” ઉશ્કેરવાનો આરોપ મૂકી કહ્યું છે કે લેબર પાર્ટી તેના વચનો પર આગળ આવશે અને મતદારો કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી, અર્થતંત્ર, NHS અને ઇમિગ્રેશન બાબતે લેબર લીડર સર કેર સ્ટાર્મરને પસંદ કરશે.

રેનોલ્ડ્સે ‘ગરવી ગુજરાત’ને ખાસ મુલાકાત આપતાં કહ્યું હતું કે “જે તમે આપી શકતા નથી તેનું વચન આપીને લોકોને આશા આપવી તે ખોટું છે. લેબર આવાસ, રોજગાર અધિકારો, NHSમાં તાત્કાલિક સુધારાઓ કરશે, સ્ટેટ સ્કૂલ્સ માટે વધુ નાણાં આપશે. કંઝર્વેટિવ સરકાર સાંસ્કૃતિક યુદ્ધો દ્વારા વિભાજન શોધવાનો પ્રયાસ કરી રહી છે. હું સાથી એમપી લિસા નાંદી સાથે સંમત છું જેમણે ગયા મહિને ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે લોકો “જીવન પરિવર્તન” કરવાની રાજકારણીઓની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

આ વખતે, પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે લંબરને થનારા મતદાન અને સમર્થનને અસર થઈ શકે તેવી થોડી ચિંતા છે.

LEAVE A REPLY