કેન્દ્ર સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં પણ ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આની સાથે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ પણ મળશે. ગુરુવારે ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું કે પછીની બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષની વય છૂટછાટ મળશે. ભૂતપૂર્વ અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષામાં પણ મુક્તિ આપવામાં આવશે. 10 ટકા અનામતની જોગવાઈ કરવા માટે CISF ધારા, 1968માં સુધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભરતી પણ અનામતની જાહેરાત કરી હતી.