(PTI Photo/Kamal Kishore)

આગામી સમયગાળામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હાલના સંજોગોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ ચોક્કસપણે જીતી રહી છે, કદાચ પણ કોંગ્રેસ તેલંગાણા વિજ.યી બનશે અને રાજસ્થાનમાં ખૂબ જ નજીકની હરીફાઈ છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની તકો વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું કહીશ, અત્યારે, અમે કદાચ તેલંગાણા જીતી રહ્યા છીએ, અમે ચોક્કસપણે મધ્યપ્રદેશ જીતી રહ્યા છીએ, અમે ચોક્કસપણે છત્તીસગઢ જીતી રહ્યા છીએ. રાજસ્થાનમાં અમે ખૂબ નજીક છીએ, અને અમને લાગે છે કે અમે સફળ થઈશું. અમે આવું લાગી રહ્યું છે અને ભાજપ આંતરિક રીતે પણ આવું કહી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે કર્ણાટકમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે કે ભાજપ લોકોનું ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતે છે અને અમને અમારી વાત રજૂ કરવા દેતો નથી.

આસામના પ્રતિદિન મીડિયા નેટવર્કના કોન્ક્લેવમાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો હેતુ વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. ભારતમાં મુખ્ય મુદ્દાઓ સંપત્તિનું કેન્દ્રીકરણ, સંપત્તિમાં વિશાળ અસમાનતા, મોટા પાયે બેરોજગારી, નીચલી જાતિ, ઓબીસી અને આદિવાસી સમુદાયો પ્રત્યે ભારે અન્યાય અને મોંઘવારી છે. ભાજપ આ મુદ્દાઓ પર લડી શકે તેમ નથી. તેથી બિધુરી પાસે ટીપ્પણી કરાવે છે. દેશનું નામ બદલવાનો પ્રયાસ કરે છે. આ તમામ ધ્યાન ભટકાવવાની રણનીતિ છે. અમે તેને સારી રીતે જાણી ગયા છીએ.

LEAVE A REPLY