અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે બીજી યાદી જાહેર કરી હતી આ યાદીમાં અમદાવાદ શહેરના માત્ર 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જ જાહેર કર્યા હતાં. કોંગ્રેસે તેની યાદીમાં ભાજપના ગઢ ગોતા, ચાંદલોડિયા, થલતેજ, નવરંગપુરા સહિતના વોર્ડના ઉમેદવાર જાહેર કર્યા હતા.
ટિકિટના કકળાટને લીધે કોંગ્રેસના ગઢ સમાન કોટ-પૂર્વ વિસ્તારમાં એકેય ઉમેદવારના નામ જાહેર ન કરાયા હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ઉપરાંત ધારાસભ્યોની અંદરોઅંદરની ખેંચતાણને લીધે ટિકિટના ડખાં થયા ચાલુ થયા હતા.
ટિકિટના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક કકળાટ વધ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બહેરામપુરા, દાણિલીમડા, મકતમપુરા, રખિયાલ, શાહપુર, દરિયાપુર, જમાલપુર, બાપુનગર અને ગોમતીપુરમાં ઉમેદવારોની પેનલને આખરી પસંદગી કરી લેવાઇ છે પણ બળવાના ભયથી કોંગ્રેસ છ ફેબુઆરીએ વહેલી સવારે ઉમેદવારોને ટેલિફોનની જાણ કરી સીધા જ મેન્ડેટ જ આપશે.