ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહરાજ્ય પ્રધાન તામ્રધ્વજ સાહૂને કોઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે. આ નિમણૂંકને પગલે ગુજરાતના હાલના પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઇ હોવાનું માનવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસમાં હજુય પ્રદેશ નેતાઓ વચ્ચે આંતરિક કલહ હજુ યથાવત્ છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ 20થી વધુ કોંગ્રેસી ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે, જેના પગલે પ્રદેશના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવને બદલવા હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી ચુકયાં છે.