કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની હાર આમઆદમી પાર્ટીના કારણે થઇ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ગુજરાતમાં AAPના હોત તો કોંગ્રેસ સામે ભાજપની થઇ હોત. રાહુલ ગાંધીએ જયપુરમાં અશોક ગેહલોત સાથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જો AAPને પ્રોક્સી તરીકે રાખવામાં ન આવી હોત અને કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ ન કર્યો હોત, તો અમે ત્યાં પણ ભાજપને હરાવી શક્યા હોત. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો, જ્યારે AAPને પાંચ બે બેઠકો અને ભાજપને 156 બેઠકો મળી હતી.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના વિજય વિશે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપે ત્યાં તેની સંપૂર્ણ સંગઠનાત્મક ક્ષમતાનો ઉપયોગ કર્યો, પરંતુ અમે તેમને હરાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ દેશમાં નફરત ફેલાવે છે, પરંતુ ભાઈચારો અને પ્રેમ જીતશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાએ તેમને દેશમાં ભાઈચારાની યાદ અપાવી, જે અત્યારે ગાયબ થયેલી માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જે દિવસે કોંગ્રેસ ઉંડાણથી સમજશે કે તે કોણ છે અને તે કોના માટે ઊભી છે, ત્યારે તેનો દરેક ચૂંટણીમાં વિજય થશે.