Congress did not develop on the border for fear of encroaching on the enemy country:
(ANI Photo)

કોંગ્રેસ સામે સશસ્ત્ર દળોની બહાદુરીને ઓછી આંકવાનો આક્ષેપ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોએ સરહદી વિસ્તારોમાં વિકાસ કાર્ય હાથ ધર્યા ન હતા. આ સરકારોને ડરથી હતો કે દુશ્મન દેશમાં આગળ વધવા માટે નવા રસ્તાઓનો ઉપયોગ કરશે. મોદીએ તેઓ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પછી રાજસ્થાનના દોસામાં ભાજપની રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હાઇવે રાજસ્થાનમાં પણ વિકાસની ગતિ લાવશે.

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે, જેની કુલ લંબાઈ 1386 કિલોમીટર છે. આ એક્સપ્રેસ સંપૂર્ણ બની જશે, પછી દિલ્હી અને મુંબઈ વચ્ચેની યાત્રા ફક્ત 12 કલાકમાં પૂરી કરી શકાશે, જ્યારે હાલ 24 કલાકનો સમય લાગે છે.

દુનિયાને કેટલાય સ્ટડી રિપોર્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક ગણા રોકાણને આકર્ષિક કરી શકાય છે. કેન્દ્ર સરકાર છેલ્લા 9 વર્ષથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જંગી રકમ ખર્ચ કરી રહી છે. બજેટમાં સરકારે વર્ષ 2014થી પાંચ ગણી રકમ વધારીને 10 લાખ કરોડ રૂપિયાની રકમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા માટે રાખી છે. અહીંયા નોંધવું રહ્યું કે દિલ્હી-દૌસા-લાલસોટની વચ્ચેના આ એક્સપ્રેસ-વેથી દિલ્હીથી જયપુર સુધી જવાનો સમય અડધો થઈ જશે. જયપુર સુધીની યાત્રા હવે પાંચ કલાકથી ઘટીને ત્રણ કલાકમાં પૂરી થઈ જશે. આ એક્સપ્રેસ વે પોર્ટો, લોજિસ્ટિક પાર્કને પણ જોડવામાં મદદ કરશે. ઉપરાંત આર્થિક વિકસને ખૂબ વધારવામાં મદદરુપ સાબિત થશે.

 

 

LEAVE A REPLY