એસસીઆઇ સમીટમાં આઠ પ્રભાવશાળી નેતાઓના એક ફોટોના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ ફોટોમાં એકબાજુના છેલ્લે વડાપ્રધાન મોદી અને બીજી બાજુ છેલ્લે પાકિસ્તાનના વડાપ્રધાન ઊભા છે. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગાઇએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણા મજબૂત રાષ્ટ્ર ભારતને છેલ્લે અને તેની વિરુદ્ધમાં પાકિસ્તાનના નેતાને રાખીને સંતુલન કરાયું છે. આવા ફોટા પડાવતા પહેલા અગાઉથી નક્કી કરવામાં આવતું હોય છે. ભારતના વ્યૂહાત્મક હિતને પીએમ મોદી અને ભાજપ સરકાર હેઠળ નુકસાન ચાલુ રહ્યું છે. રાષ્ટ્રધ્વજ, પ્રાદેશિક એકતા અને આર્થિક પ્રભાવના સન્માનું રક્ષણ કરવાની વડાપ્રધાનની ફરજ છે. પીએમ મોદી સમરકંદમાં એસસીઓમાં તમામ મોરચે નિષ્ફળ રહ્યાં છે.